બોરસદ ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમીતી અમદાવાદ દ્વારા ઓરનેટ ટ્રાન્સફોર્મર્સ લીમીટેડ ના અનુદાન થકી સ્વામી વિવેકાનંદ વિકલાંગ મંડળ મોભા સંચાલીત સાથી સ્પેશિયલ સ્કૂલ બોરસદ ના સહયોગ થી ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી (નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા) ની ઉપસ્થિતી માં ૫૦ થી વધુ દિવ્યાંગજનો ને ટ્રાઈસીકલ, વ્હીલચેર તથા કાંખ ઘોડી નું વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથી સ્પેશિયલ સ્કૂલ ના શ્રી યોગેશભાઈ પટેલ તથા શ્રી હર્ષદ મકવાણા તરફથી સૌ મહાનુભાવો નુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
શ્રી રમણભાઈ સાહેબ દ્રારા સંસ્થા ની કામગીરી ને બિરદાવવામાં આવી હતી તથા યોગ્ય મદદ માટે જણાવ્યુ હતું. અમદાવાદ થી પધારેલ શ્રી જગદીશભાઈ ઓઝા એ સંસ્થાની માહીતી આપી હતી. આ કાર્યક્રમ માં માજી ચીફ ઓફિસર અને લાયન્સ પૂર્વ પ્રમુખ લા.ઈશ્વરભાઈ પટેલ, લા.અંકિત પંડ્યા, પ્રણવ શાહ, લા.દિપક પટેલ, ડૉ.વિજય મંડોળ, શ્રી મહેશ ભાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા ના વિવિધ ગામો થી દિવ્યાંગજનો તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા અને સંસ્થાઓ ની કામગીરી ને બિરદાવી હતી.આ કેમ્પ ની જગ્યા માટે શ્રી સુમતીનાથ જૈન દેરાસર બોરસદ અને નાસ્તા નું આયોજન ઠક્કર ખમણ બોરસદ તરફથી નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.